હાઈલા… હું તને ઓળખી જ ન શક્યો

૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, *‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’*
ભગવાને કહ્યું, *‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’*
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….
ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’

ઉખાણા 004

વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને
આંબા જેવી કેરી.

ઉખાણા 003

નાનું મોટું મળે ને
પાણીમાં એ તરે,
સૌ સવારી કરે,
તેને કયું વાહન કહે?

ઉખાણા 002

એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

ઉખાણા 001

બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

હો વાંસલડી !

માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી ! ત્હને વ્હાલમ કરે છે ઘણું વ્હાલા રે, હો વાંસલડી !

મીઠો આવડો શો શોર? મ્હ્યો નંદનો કિશોર; ત્હારૂં આવડું શું જોર ? ભૂંડી ! કાળજડું મા કોર રે, હો વાંસલડી ! મીઠો૦.

વાજી વાજીને વિકલ કર્યાં, હો વાંસલડી ! તું તો પીડે અમારા પ્રાણ રે, હો વાંસલડી ! મીઠો૦.

સુણતાં પડે ચે હૃદે સોંસરા, હો વાંસલડી ! ત્હારા ટહુકારાથી મોહબાણ રે, હો વાંસલડી ! મીઠો૦.

ઝેર ઘણું છે ત્હારી ઝપટ્માં, હો વાંસલડી ! ભલા તું થી ભાલા-તલવાર રે, હો વાંસલડી ! મીઠો૦.

એકીવારે તું હણી નાંખની, હો વાંસલડી ! ભૂંડી ! થોડે થોડે મા માર રે, હો વાંસલડી ! મીઠો૦.

હું શું જાણું કે

હું શું જાણું કે વહાલે મુજમાં શું દીઠું
વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું

હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે
વગર બોલાવ્યે વહાલો બેલડું ચડાવે

વઢું ને તરછોડું તોય રીસ જરી ન લાવે
કોઈ કોઈ મિષે મારે ઘેર આવી બોલાવે

દૂર થકી દેખી વહાલો મુને દોડ્યો આવે
પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે

મુને એકલડી દેખી મારે પાલવ લાગે
રંક થઈ કાંઈ કાંઈ મારી પાસે માગે

મુને જ્યાં જતી જૂએ ત્યાં આગે આવી ઢૂંકે
બેની દયાનો પ્રીતમ કેડો મારો નવ મૂકે

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ

હવે સખી નહિ બોલું

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે, હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.

કદાપિ નંદકુંવરની સંગે, હો મુને શશીવદની કહી છેડે, ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે.

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે, પક્ષે વધે ને પક્ષે ઘટે કળા, પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે.

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

તે કરતાં ચંદ્રવદની કહી તો ઠર્યાં હું ને ચંદ્ર એક રાશે રે; ત્યારે મુજ મુખે પાખે શું અટક્યું રે? જોશે ચંદ્ર આકાશે રે.

હવે સખી નહિ બોલું, નહિ બોલું…. નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે.

હરિ, જેવો તેવો હું દાસ તમારો

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS