આલા તે લીલા વનની વાંસલડી (કન્યા વિદાય)

(કન્યા વિદાય)

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
દાદાને અતિ વહાલાં અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી દિકરી રે તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારા દાદા રે સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
માતાને અતિ વહાલાં અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી કુંવરી રે તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારી માડી રે સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
વીરાને અતિ વહાલાં અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી બેની રે તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારા વીરા રે સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય