આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરના કાકા ને વરના મામા
પહેરીને ઉભા જરકસીજામા
જોવા ઉમટ્યું લોક તમામ, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરની મા તો લાગે સધ્ધર
વાજા વાગે ને ચાલે અધ્ધર
સૌને આપે એ બહુમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ઢોલ નગારાને ત્રાંસા વાગે
સંગે શરણાઇના સૂર ગાજે
ભલે પધાર્યા આજ મહેમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ધૂશળ મૂશળ —–
સાસુજીએ પોંખ્યા જમાઇ,
નાક તાણી કહે રાખજો ભાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા