વાણલાં ભલે વાયાં

(પ્રભાતિયું)

સૂરજ ઊગ્યો રે કેવડિયાંની ફણસે કે વાણલાં ભલે વાયાં રે
સૂતા જાગો રે વાસુદેવના નંદ કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર કે વાણલાં ભલે વાયાં રે
તમે જાગો રે જાગે સહુ દેવ કે વાણલાં ભલે વાયાં રે

લેજો લેજો રે દાતણ ને ઝારી કે વાણલાં ભલે વાયાં રે
બેસજો બેસજો તુલસીને ક્યારે કે વાણલાં ભલે વાયાં રે

મુખ લૂજો રે પામરિયુંને છેડે કે વાણલાં ભલે વાયાં રે
લેજો લેજો શરી રામનાં નામ કે વાણલાં ભલે વાયાં રે