શ્રી વિશ્વકર્માની આરતી

જયદેવ જયદેવ જયજય સુખકારી પ્રભુ જયજય સુખ
કંબાડ મંડલું ધારી – હંસપર સવારી – જયદેવ જય – ૧
આદ્ય અનાદી દેવ ઈલોડગઢ વાસી પ્રભુ
ભક્તિ કરે જન ભાવે દુઃખ જાયે નાસી જયદેવ જય – ૨
વૃદ્ધ સ્વરૂપ વિમોહિન વિશ્વ હરિ મ્હારા પ્રભુ
વાસ્તુ અંધક સાથે શોભો છો સારા જયદેવ જય – ૩
સુસૂત્ર પુસ્તક ધારી-અતિ આનંદકારી – પ્રભુ
શું વંદુ યશ સરનાએ સુર સંકટ હારી – જયદેવ જય – ૪
આપ વિના પ્રભુ મ્હારો એકે નથી આરો પ્રભુ
હું અપરાધી ભારી ભવસાગર તારો જયદેવ જય – ૫
વિષય વાસના મ્હારી તે પ્રભુ નિવારો તે પ્રભુ
ચરણે મુજને સ્થાપો-નવકરશો ન્યારો જયદેવ જય – ૬
સૃષ્ટિ માત્રને આપ સુખ કરતાં સ્વામિ – પ્રભુ
દાસ હું શરણે આવી કહું છું શિરનામી જયદેવ જય – ૭
હરી ગોવિન્દ હું ગાઉં પામું પદ સેવા પ્રભુ
અખંડ અક્ષય આપો જયદેવ જયદેવ – જયદેવ જય – ૮
જયદેવ જયદેવ જયજય સુખકારી પ્રભુ જયજય સુખ

પ્રાર્થના નો મંત્ર

નિરંજન નિરાકારં નિવિકલ્પં નિરૂપકય |
નિકાધાર નિરાલંબ નિવિધ્નત્મન્નમો નમઃ ||
અનાદિ ય્તપ્રમાણંચ અરૂપંચ દયાસ્પદમ્ |
ત્રૈલોક્ય મય નામત્વં વિશ્વકર્મન્નમે સ્તુતે ||

સહિત્યનો પ્રકાર: