શ્રી વિશ્વકર્મા બાવની

કાંબી કમંડલ ગળે પુષ્પ માળા, પીળુ પિતામ્બર મુગટ રસાળા
કર સુત્ર પુસ્તક ઘરે એ રૂપાળા, એવા નમુ ત્રિનેત્ર શ્રી ઈલોડવાળા

જય વિશ્વકર્મા આદિદેવ, મહામાયાથી પ્રગટ્યા એવ,
વિરંચી વિષ્ણુને શિવરાય એ પણ પ્રગટ્યા મહામાંય
પળમા પૃથ્વી સ્થિર કરી જીવમાત્ર પર રહેમ ધરી
ત્રિદેવના બનાવ્યા ધામ, દેવોને આપ્યા વિશ્રામ
સૂર્ય શશિ તારાને ખાસ, ગગન મંડલે આપ્યો વાસ
સાત સમુદ્ર ભૂત પિશાચ, સ્થાન મળ્યા ન આવી આંચ
બોત્તેર કોટી દાનવ સહી સ્થાન વિહોણા ગયાએ રહી
તેને કહ્યું દાદાએ ખાસ, વનસ્પતિમા કરજો વાસ
સુણી કોપ્યા દૈત્ય અપાર, દેવો ઉપર રાખ્યા ખાર
અસુર દેવને કાયમ નડે, સ્વર્ગ ઉપર એ હલ્લા કરે
યુધ્ધ કરી સંતાપ્યા દેવ, ત્યા પક્ષે આવ્યા મહાદેવ
દેવો આવ્યા કર્મા પાર, અંધકને મોકલ્યા ખાસ
બાઝયા અંધક સાથે શિવ, બે માંથી એક પ્રગટ્યો જીવ
નામ પડ્યુ તેનું વાસ્તુદેવ, વિશ્વકર્માની કરતો સેવ
બન્ને પક્ષને મારે માર, શંકર ગભરાયા તે વાર
વિશ્વકર્માની પાસે જાય, આવી શાંતિ કરે કર્માય
કુટાક્ષ દૈત્ય અતિ બળવાન, પાર્વતિનું પામ્યો વરદાન
યુધ્ધ મુકીને નાઠા દેવ, મદદ આવ્યા વાસ્તુદેવ
વાસ્તુદેવે કપટ કરી, દૈત્ય પત્નિને જઈને છળી
તેના મૃત્યુના શુકન લઇ, કુટાક્ષ મારવા પેરવી કરી
પીઠ દિયે પડતા મહાદેવ, પીઠબળે રહ્યો જીવતો એવ
પીઠાક્ષ પાડ્યુ એનુ નામ, પછી દાદા શુ કરે છે કામ
લવ વારમા કર્યો દિવ્ય દેહ, પછી થયો લાવાક્ષ એવ
તે લવાક્ષ માંથી થઇ પ્રજાય, લવાર ને લુહાર કહેવાય
સતી ઈલા ઈલોડની નાર, અસુરે પજવી અપરંપાર
તેને માટે ઈલોડ રહયા, બદ્રિકાશ્રમ છોડી ગયા
વિશ્વકર્મા રહયા ઈલોડ, વિશ્વશોભા કરવાના કોડ
સજીવન ત્યા ત્રણ કુંડ કર્યા, અવનવા જળ તેમા ભર્યા
એ કુંડમાં જઈ કરે સ્નાન, અસાધ્ય રોગી બદલે વાન
અનસૂયા અવનવાની નાર, પતિવ્રતા છે અપરંપાર
તેના પતિએ દીધો શ્રાપ, સાંજે વિધવા થા તુ આપ
રવિ અસ્તને રોકયો નાર, અવનિમાં થયો હાહાકાર
રવિ અસ્તની આજ્ઞા કરી, તરત ચ્યવન તો ગયો મરી
દિવ્ય રૂપ ચ્યવનનુ કરી, સોળ વર્ષની સતીને કરી
વૃકટાસુર માયાવી એ, હરણ કરે ઈલાનુ તે
વાસ્તુને દાદા ત્યા મહા માયા લોપ કરી પળમાંય
વૃકટાસુર માર્યો તે વાર, ઈલોડ તે આવ્યા તતકાળ
કન્યાદાનની થઇ ઈચ્છાય, હથેળીથી કરીએ કન્યાય
કન્યાદાનનો મોટો મહિમાય, જગમા મળે ન જોટો ક્યાંય
જગકુળદેવ્યા મોટી કહી, અગણિત લક્ષ્મી નાની સહી
કશ્યપ સૂત ભાનુની સાથ, જગદેવ્યાનો આપ્યો હાથ
પરિવૃત રાજા જ કહેવાય, અગણિત લક્ષ્મી વરી ત્યાંય
સરસ્વતીનો બ્રહ્માને શાપ, યજ્ઞ કરી નિવાર્યો આપ
સ્વધામ થવા ઈચ્છાય, ત્યારે સભાજન બોલ્યા ત્યાંય
કોણ અમારી કરશે સહાય, પાંચ પુત્રો બનાવ્યા ત્યાંય
આપી વિદ્યા પ્રેમ ધરી, પણ પાછળથી નષ્ટ કરી
જેવા હથિયાર તેવા દેવ, વિશ્વકર્મા એ મૂક્યા એવ
વરદાન આપી કીધી સહાય, કપાય તો ધનુર ના થાય
મહાસુદી પાંચમ અમાસ, દશેરા પૂજન કરજો ખાસ
મહાસુદી તેરસને દિન, સર્વે કરજો મહા પૂંજન
શ્રાવણ સુદી એકાદશી, પાચમો અણજો પાળજો હસી
એવુ કહી વિશ્વકર્માય, ચાલ્યા અક્ષરધામની માંય

“દોહા“

વિશ્વકર્મા બાવની દર અમાસે ગાય
ભગવાન સહાય કરે, વળી નિશ્ચે વૈકુંઠ જાય

સહિત્યનો પ્રકાર: