જમિયત પંડ્યા ‘જિગર’

ફોટો: 
પુરસ્કાર: 

દિશાહીન શ્રદ્ધા ડૂબે છે

અમે જિંદગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યાં'તાં મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ભટકતો રહ્યો છું મહા રણમહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાથી પનારા.

અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.

Subscribe to RSS - જમિયત પંડ્યા ‘જિગર’