નટવરલાલ પંડ્યા - ઉશનસ્

જન્મ તારીખ: 
બુધવાર, જુલાઇ 28, 1920
મૃત્યુ તારીખ : 
રવિવાર, નવેમ્બર 6, 2011
ફોટો: 
પુરસ્કાર: 

અમે એનાં એ ગામડાં

કેરળ-કાશ્મીર ફરો, ઓખા-આસામ ફરો
આખોય દેશ અમે એનાં એ ગામડાં!

ઉનાળે આભ નીચે, શિયાળે તાપણાં,
ચોમાસે પાણીનાં ઠેર ઠેર ખામણાં;
થોડાં લજામણાં ને ઝાઝેરા દામણાં:
અંતરે ને ખેતરે તો હજીએ સોહામણાં.

ઝાઝેરે ઘેર હજી માટીનાં ઠામણાં.
ઝાઝેરે ખેત હજી ઘેંશનાં શિરામણાં;
છાપરે છે ઘાસ, અને ભીંતજડ્યાં કામઠાં:
હૂંફ ને હેત થકી હજીએ હુલામણાં.

પુરનાં પવન અહીં વાય છે ક્યંહી ક્યહીં,
થોડો એક ફેર કરી જાય છે અહીં-તહીં;
શહેરની સડક રોજ વાત નવી જાય કહી:
‘ચડશે હવે જ ખરા જંગે સત આપણાં’.

Subscribe to RSS - નટવરલાલ પંડ્યા - ઉશનસ્