મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

કામ છે, કામ છે, કામ છે, રે

"કામ છે, કામ છે, કામ છે, રે
ઓધા નહીં રે આવું મારે કામ છે.

શામળિયા ભીને વાન છે રે,
ઓધા નહીં રે આવું મારે કામ છે.

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે ... ઓધા નહીં રે આવું.

સોનું રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે ... ઓધા નહીં રે આવું.

આગલી પરસાળે મારો સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે ... ઓધા નહીં રે આવું.

મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળમાં મારો વિશ્રામ છે રે ... ઓધા નહીં રે આવું.

- મીરાંબાઈ"

એ રી મૈં તો પ્રેમદિવાની

"એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ ... એ રી મૈં તો પ્રેમદિવાની.

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

- મીરાંબાઈ"

આવો તો રામરસ પીજીએ

"આવો તો રામરસ પીજીએ
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.

તજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લહાવો લીજીએ ... હો ભાગ્યશાળી.

મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દૂર કરી દીજીએ ... હો ભાગ્યશાળી.

દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીએ ... હો ભાગ્યશાળી.

રામનામ રીઝીએ, આનંદ લીજીએ,
દુર્જનિયાંથી ન બ્હીજીએ ... હો ભાગ્યશાળી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીએ ... હો ભાગ્યશાળી.

- મીરાંબાઈ"

આજ મારી મિજમાની છે રાજ

"આજ મારી મિજમાની છે રાજ,
મારે ઘેર આવના મહારાજ.

ઊંચા સે બાજોઠ ઢળાવું,
અપને હાથ સે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું,
રુચિ રુચિ પાવના મહારાજ. ... આજ મારે ઘેર.

બુહ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઊભી ઊભી ચામર ઢોળું રાજ,
લાગો સુહામણા મહારાજ. ... આજ મારે ઘેર.

ડોડા એલચી લવિંગ સોપારી,
કાથા ચૂના પાન બિચ ડારી,
અપને હાથસે બીડી બનાઉં,
મુખસે ચાવના મહારાજ. ... આજ મારે ઘેર.

અરજ કરે છે મીરાં રાંકડી રે

"અરજ કરે છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી.

મુનિવર સ્વામી મારા મંદિરે પધારો વહાલા,
સેવા કરીશ દિન-રાતડી રે ... ઊભી ઊભી.

ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું,
ફૂલના તોરા ફૂલ પાંખડી રે ... ઊભી ઊભી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ વહાલા,
તમને જોઈ ઠરે મારી આંખડી રે ... ઊભી ઊભી.

- મીરાંબાઈ"

તુમરે કારણ સબ સુખ છોડ્યા

"તુમરે કારણ સબ સુખ છોડ્યા,
અબ મોહે ક્યું તરસાવૌ હૌ.

વિરહ-વ્યથા લાગી ઉર અંતર,
સો તુમ આય બુઝાવૌ હૌ.

અબ છોડત નહીં બનહિ પ્રભુજી,
હંસકર તુરત બુલાવૌ હૌ.

મીરાં દાસી જનમ-જનમકી,
અંગ સે અંગ લગાવૌ હૌ.

- મીરાંબાઈ"

અબ તેરો દાવ લગો હૈ

"અબ તેરો દાવ લગો હૈ,
ભજ લે સુંદરશ્યામ ... અબ તેરો

ગણિકા તારણ, વિષ ઓધારણ,
સબકે પૂરણ કામ ... અબ તેરો.

પ્રભુભજન મેં નિશદિન રાચી,
પલ પલ કરું પ્રણામ ... અબ તેરો.

ગાય ગાય પ્રભુ કો મૈં રિઝાઉં,
નૃત્ય કરત ઘનશ્યામ ... અબ તેરો.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ નિજધામ ... અબ તેરો.

- મીરાંબાઈ"

અખંડ વરને વરી સાહેલી

"અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું.

સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.
કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું.

જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,
સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું.

સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી ... સાહેલી હું

- મીરાંબાઈ"

હાં રે હરિ વસે

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં

તમે કાશી જાઓ ગંગાજી નાઓ
પ્રભુ નથી પાણી કે પવનમાં

જોગ કરો ને ભલે જગન કરાવો
પ્રભુ નથી હોમ હવનમાં

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
હરિ વસે છે હરિજનમાં

-મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ