મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું.

રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું.

રાજા રુઠે નગરી રાખે,
હરિ રુઠ્યાં કહાં જાશું .... રાણાજી

હરિમંદિર મેં નિરત કરાશું,
ઘૂઘરિયાં ઘમકાશું .... રાણાજી.

રામ-નામકા જાપ ચલાશું,
ભવસાગર તર જાશું ... રાણાજી.

યહ સંસાર બાડ કા કાંટા,
જ્યાં સંગત નહીં જાશું ... રાણાજી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
નિત ઉઠ દરશન પાસું .... રાણાજી.

- મીરાંબાઈ

રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની.

રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની.

જબ લગ કંચન કસિયે નાહી,
હોત ના બારા પાની;
લોકલાજ કુલ કાન જગતકી,
બહાય દીની જૈસે પાની. ... રાણાજી.

અપને ઘરકા પરદા કર લે,
મૈં અબલા બૌરાની;
તરકસ તીર લગ્યો મેરે હિયરે,
ગરક ગયો સનકાની ... રાણાજી.

મીરાં પ્રભુ કે આગે નાચી,
ચરણકમલ લપટાની ... રાણાજી.

- મીરાંબાઈ

યમુનામેં કૂદ પડ્યો, કનૈયો

યમુનામેં કૂદ પડ્યો, કનૈયો
તેરો યમુના મેં કૂદ પડ્યો ... કનૈયો

પેસી પૈયારે કાલિનાગ નાથ્યો,
ફન પર નિરત કર્યો ... કનૈયો.

નંદબાવા ઘર નોબત બાજે,
કંસરાય દેડકે ડર્યો ... કનૈયો.

માત યશોદા રુદન કરત હૈ,
નૈનો મેં નીર ઝર્યો ... કનૈયો.

ટચલી આંગળીએ ગોવર્ધન તોર્યો,
ઈન્દ્ર નો માન હર્યો ... કનૈયો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
મથુરા મેં વાસ કર્યો ... કનૈયો.

- મીરાંબાઈ

યદુવર લાગત હૈ મોહે પ્યારો.

યદુવર લાગત હૈ મોહે પ્યારો.

મથુરા મેં હરિ જનમ લિયો હૈ, ગોકુલ મેં પગ ધારો,
જન્મત હિ પૂતના ગતિ દીન્હી, અધમ ઉદ્ધારણ હારો ... યદુવર.

યમુના કે તીર ધેનુ ચરાવે, ઓઢે કામળો કાળો.
સુંદર વન કમલદલ લોચન, પીતાંબર પટવારો ... યદુવર.

મોર મુકુટ મકરાકૃત કુંડલ, કર મેં મુરલી ધારો,
શંખ ચક્ર ગદા પદ્મ બિરાજૈ, સંતન કે રખવારો ... યદુવર.

જલ બૂડત ગજ રાખિ લિયો હૈ, કર પર ગિરિવર ધારો,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર! જીવન પ્રાણ હમારો ... યદુવર.

- મીરાંબાઈ

મોહે લાગી લટક ગુરુ ચરનનકી.

મોહે લાગી લટક ગુરુ ચરનનકી.

ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
જૂઠ માયા સબ સપનનકી ... મોહે લાગી

ભવસાગર સબ સૂખ ગયા હે,
ફિકર નહીં મુખે તરનનકી ... મોહે લાગી

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ઉલટ ભઇ મોરે નયનનકી ... મોહે લાગી

- મીરાંબાઈ

મોહન લાગત પ્યારા રાણાજી, મોહન લાગત પ્યારા.

મોહન લાગત પ્યારા રાણાજી, મોહન લાગત પ્યારા.

જિનકી કલા સે હાલત ચાલત, બોલત પ્રાણ આધારા,
નેન કી કલા મેં સબ જુગ ભૂલ્યો, યે હી પુરુષ હય ન્યારા ... રાણાજી.

તુમ ભી જૂઠે, હમ ભી જૂઠે, જૂઠા હૈ સબ સંસારા,
સ્ત્રી પુરુષ કે સંબંધ જૂઠે, તો ફૂટ્યા હૈયા તુમારા ... રાણાજી.

તુમ હી કહો અરધંગા હમારી, હમકું લગાયો કારા,
કોટિ બ્રહ્માંડ મે વ્યાપી રહ્યો હય, સો નિજ વર હમારા ... રાણાજી.

પીળુ પીતાંબર મોતિન કી માળા, લેઈ અંગન મેં જલાયા,
છાપ તિલક તુલસી કી માલા, સાધુ સંગ નિસ્તારા ... રાણાજી.

માઈ, મૈંને ગોવિંદ લીન્હો મોલ.

માઈ, મૈંને ગોવિંદ લીન્હો મોલ.

કોઈ કહે હલકા કોઈ કહે ભારે,
લિયા તરાજુ તોલ,
કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા,
કોઈ કહે અનમોલ. ... માઈ મૈંને.

સુર નર મુનિ જાકો પાર ન પાવૈ
ઢક દિયા પ્રેમ પટોલ
વૃંદાવન કી કુંજગલીન મેં,
લીન્હો બજાકે ઢોલ. ... માઈ મૈંને.

ઝહર પિયાલા રાણાજી ભેજ્યાં
પિયા મૈં અમૃત ઘોલ
મીરાં કે પ્રભુ દર્શન દીજ્યો,
પૂરવ જનમ કા કોલ. ... માઈ મૈંને.

- મીરાંબાઈ

પ્રભુજી મૈં અરજ કરું છું

પ્રભુજી મૈં અરજ કરું છું
મેરો બેડો લગાજ્યો પાર.

ઈન ભવમેં દુઃખ બહુ પાયો
સંસા – શોક – નિવાર.
અષ્ટ કરમ કી તલબ લગી હૈ
દૂર કરો દુઃખ-ભાર ... મેરો બેડો.

યોં સંસાર સબ બહ્યો જાત હૈ
લખ ચૌરાસી રી ધાર.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
આવાગમન નિવાર ... મેરો બેડો.

- મીરાંબાઈ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ ... મેરે તો

ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ ... મેરે તો

ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ ... મેરે તો

દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ ... મેરે તો

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ ... મેરે તો

- મીરાંબાઈ

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું.

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું.

મીરાંબાઈ મહેલમાં રે, હરિ સંતનનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરા પાસ ... રાણા.

રાણાજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ,
સાધુની સંગત છોડી દો, તમે વસો અમારી સાથ ... રાણા.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દો રાણાજીને હાથ,
રાજપાટ તમે છોડી, રાણાજી, વસો સાધુ સંગાથ ... રાણા.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ ... રાણા.

સાંઢણીવાળા સાંઢણી શણગારજે રે, જાવું સો સો રે કોશ,
રાણાજીના રાજમાં મારે, જળ પીવાનો દોષ ... રાણા.

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ