મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

આજ મારે સાધુજનોનો સંગ રે રાણા,

આજ મારે સાધુજનોનો સંગ રે રાણા,
મારાં ભાગ્ય ફળ્યાં રે આજ ... (ટેક)

સાધુજનોનો સંગ જો કરીએ પિયાજી,
ચડે તે ચોગણો રંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

સાકુટ જનનો સંગ ન કરીએ પિયાજી
એ તો પાડે ભજનમાં ભંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

અડસઠ તીરથ સંતોને ચરણે પિયાજી,
કોટિ કાશી ને કોટિ ગંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

નિંદા કરશે તે તો નર્કમાં જાશે પિયાજી,
થાશે આંધળાં અપંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

મીરાં કહે ગિરિધરના ગુણ ગાયો પિયાજી,
સંતોની રજમાં શિર સંગ રે ... મારાં ભાગ્ય ફળ્યાં.

- મીરાંબાઈ

માઈ, મને મળિયા મિત્ર ગોપાલ, નહીં જાઉં સાસરે.

માઈ, મને મળિયા મિત્ર ગોપાલ, નહીં જાઉં સાસરે.

સંસાર મારું સાસરું ને મહિયેર વૈકુંઠ વાસ,
લખચોરાસી ફેરા હતો તે, મૂક્યો મેં મોહન પાસ ... નહીં જાઉં.

સાસુ મારી સુકૃત કહીએ, સસરો પ્રેમ સુજાણ,
નાવલિયો અવિનાશી વિશ્વંભર, પામી હું જીવનપ્રાણ. ... નહીં જાઉં.

સાથી અમારા સંત સાધુ, સાધન ધીરજ ધ્યાન,
કર જોડી મીરાં વીનવે, હવે પામું ન ગર્ભાધાન. ... નહીં જાઉં.

- મીરાંબાઈ

માઈ મોરે નયન બસે રઘુબીર.

માઈ મોરે નયન બસે રઘુબીર.

કર સર ચાપ કુસુમ સર લોચન,
ઠાડે મયે મન ધીર ... માઈ મોરે.

લલિત લવંગ લતા નાગર લીલા,
જબ પેખો તબ રણબીર ... માઈ મોરે.

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
બરસત કાંચન નીર ... માઈ મોરે.

- મીરાંબાઈ

મળ્યો જટાધારી જોગેશ્વર બાવો,

મળ્યો જટાધારી જોગેશ્વર બાવો,
મળ્યો રે જટાધારી બાવો.

હાથમાં ઝારી, હું તો બાળકુંવારી વા’લા,
દેવળ પૂજવા ચાલી ... મળ્યો રે જટાધારી.

સાડી ફાડી મેં કફની કીધી વા’લા,
અંગ પર ભભૂતિ લગાડી ... મળ્યો રે જટાધારી.

આસન વાળી બાવો મઢીમાં બેઠો વા’લા,
ઘેર ઘેર અલખ લગાડી ... મળ્યો રે જટાધારી.

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
પ્રેમની કટારી મુંને મારી ... મળ્યો રે જટાધારી.

- મીરાંબાઈ

મરી જાવું માયાને મેલી રે,

મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી.

કોઈ બનાવે બાગબગીચા,
કોઈ બનાવે હવેલી,
ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ,
પાંચ-પચ્ચીસની થેલી રે ... મરી જાવું.

કેસરવર્ણી કાય સુંદર,
માંહી ઊગી વિષવેલી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે ... મરી જાવું.

- મીરાંબાઈ

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,

મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે.
મને કૃષ્ણ કનૈયાની ...

રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની ...

વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની ...

વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની ...

મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એ તો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની ...

- મીરાંબાઈ

રામનામ રસ પીજૈ,

રામનામ રસ પીજૈ,
મનવા, રામનામ રસ પીજૈ.

તજ કુસંગ સતસંગ બૈઠ નિત,
હરિચરચા સુનિ લીજૈ ... મનવા.

કામ ક્રોધ મદ લોભ મોહકૂં,
બહા ચિત્તસે દીજૈ ... મનવા.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તાહિકે રંગમેં ભીંજૈ ... મનવા.

- મીરાંબાઈ

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું...મારું મનડું વિંધાણું.

નિંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું ... મારું મનડું વિંધાણું

ભરી બજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા;
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાયે રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું ... મારું મનડું વિંધાણું

મન ભજી લે મોહન પ્યારાને,

મન ભજી લે મોહન પ્યારાને,
પ્યારાને મોરલીવાળાને ... મન ભજી લે.

સાત સમંદર તરી તરી આવ્યો,
ડૂબી મર મત આરા મેં. ... મન ભજી લે.

મનુષા દેહ મળેલો છૂટવા,
શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? ... મન ભજી લે.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હરિ ભજી લે યે વારામેં. ... મન ભજી લે.

- મીરાંબાઈ

મત જા, મત જા મત જા

મત જા, મત જા મત જા
ઓ જોગી, પાંવ પડૂં મૈં તોરી ... જોગી મત જા

પ્રેમભક્તિ કો પંથ હી ન્યારો
હમ કો જ્ઞાન બતા જા
ચંદન કી મૈં ચિતા રચાઉં
અપને હાથ જલા જા ... જોગી મત જા

જલ જલ ભયી ભસ્મ કી ઢેરી,
અપને અંગ લગા જા,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
જ્યોત મેં જ્યોત મિલા જા ... જોગી મત જા

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ