મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

ભજ લે રે મન ગોવિંદ ગુણા.

ભજ લે રે મન ગોવિંદ ગુણા.
ગોવિંદ ગુણા, ગોપાલ ગુણા, ભજ લે રે મન ગોવિંદ ગુણા

અધમ તરે અધિકાર ભજન સો, જોઈ આયે હરિશરણા,
ના વિશ્વાસ તો સાક્ષી બતાઉં, અજામીલ ગણિકા સદના ... ભજ લે રે મન.

જો કૃપાળુ તન, મન, ધન દીન્હો, નયન-નાસિકા-મુખ-રસના,
જાકો રચત માસ દશ લાગે, તાહિ ન સુમિરો એક ક્ષણા ... ભજ લે રે મન.

બાલપન સબ ખેલ ગંવાયો, તરુણ ભયા તબ રૂપધના,
વૃદ્ધ ભયો તબ આલસ ઊપજ્યો, માયા મોહ ભયો મગના ... ભજ લે રે મન.

ગજ અરુ ગીધ તરે ભજનોં સે, કોઈ તર્યો નહિ ભજન બિના
ધના ભગત પીપામુનિ શબરી, મીરાં કી કર તામે ગણના ... ભજ લે રે મન.

- મીરાંબાઈ

બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર

બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર
રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.

મોર હી બોલે, બપૈયા હી બોલે,
કોયલ કરત કલશોર ... રાધે! તારા ડુંગરિયા પર

કાલી બદરિયા મેં વીજળી ચમકે,
મેઘ હુઆ ઘનઘોર ... રાધે! તારા ડુંગરિયા પર

ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાળુડાની કોર ... રાધે! તારા ડુંગરિયા પર

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તું તો મારા ચિત્તડાનો ચોર ... રાધે! તારા ડુંગરિયા પર

- મીરાંબાઈ

બોલ મા, બોલ મા, બોલ મા રે,

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા ... રાધા

સાકર શેલડીનો સ્વાદ તજીને,
કડવો તે લીમડો ઘોળ મા રે ... રાધા

ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે ... રાધા

હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાથે મણિ તોલ મા રે ... રાધા

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં રે ... રાધા

- મીરાંબાઈ

બાલ મેં વૈરાગણ હૂંગી.

બાલ મેં વૈરાગણ હૂંગી.
જિન ભેષા મ્હારો સાહિબ રીઝે, સો હી ભેષ ધરુંગી.

શીલ સંતોષ ધરું ઘટ ભીતર, સમતાં પકડ રહૂંગી,
જાકો નામ નિરંજન કહિયે, તાકો ધ્યાન ધરુંગી.

ગુરુ કે ગ્યાન રંગૂં તન કપડાં, મન મુદ્રા પહેરુંગી,
પ્રેમ-પ્રીતસૂ હરિગુણ ગાઉં, ચરણન લિપટ રહૂંગી.

યા તનકી મૈં કરું કીગરી, રસના નામ કહૂંગી,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સાધૂ સંગ રહૂંગી.

- મીરાંબાઈ

અબ તો નિભાયાં પડેગા, બાંહ ગ્રહે કી લાજ.

અબ તો નિભાયાં પડેગા,
બાંહ ગ્રહે કી લાજ.
સમરથ શરણ તુમ્હારી સૈયાં,
સરબ સુધારણ કાજ.

ભવસાગર સંસાર અપરબલ,
જામેં તુમ હો જહાજ!
નિરધારાં આધાર જગત-ગુરુ,
તુમ બિન હોય અકાજ ... બાંહ ગ્રહે

જુગજુગ ભીર હરી ભગતન કી,
દીની મોક્ષ સમાજ,
મીરાં શરણ ગ્રહી ચરણન કી,
લાજ રખો મતરાજ ... બાંહ ગ્રહે

- મીરાંબાઈ

બસો મોરે નૈનનમેં નંદલાલ.

બસો મોરે નૈનનમેં નંદલાલ.

મોહની મૂરત સાંવરી સૂરત
નૈણા બને બિસાલ,

અધર સુધારસ મુરલી રાજત
ઉર વૈજંતી-માલ ... બસો મોરે.

છુદ્ર ઘંટિકા કટિ તટ શોભિત
નૂપુર સબદ રસાલ,

મીરાં પ્રભુ સંતન સુખદાયી
ભક્તવત્સલ ગોપાલ ... બસો મોરે.

- મીરાંબાઈ

બરસે બદરિયા સાવન કી,

બરસે બદરિયા સાવન કી,
સાવન કી મનભાવન કી.

સાવન મેં ઉમગ્યો મેરો મનવા,
ભનક સુની હરિ આવન કી.
ઉમડઘુમડ ચહું દિસિસે આયો,
દામણ દમકે ઝર લાવન કી ... બરસે બદરિયા

નાની નાની બૂંદન મેહા બરસે,
શીતલ પવન સોહાવન કી,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
આનંદ મંગલ ગાવન કી ... બરસે બદરિયા

- મીરાંબાઈ

બંસીવાલા આજો મોરે દેશ.

બંસીવાલા આજો મોરે દેશ.

આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ;
તોરી શામળી સૂરત હદ વેશ ... બંસીવાલા આજો.

આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;
ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખ ... બંસીવાલે આજો

એક બન ઢૂંઢી, સકલ બન ઢૂંઢી, ઢૂંઢો સારો દેશ;
તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ ... બંસીવાલે આજો

કાગદ નાહિ મારે સ્યાહિ નાહિ, કલમ નહિ લવલેશ;
પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખું સંદેશ ? ... બંસીવાલે આજો

મોર મુગુટ શિર છત્ર બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ ... બંસીવાલે આજો

- મીરાંબાઈ

ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે

ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે

બિન કરતાલ પખાવજ બાજૈ
અનહદકી ઝનકાર રે

બિન સુર રાગ છતીસૂં ગાવૈ
રોમ રોમ રણકાર રે ... ફાગુન કે દિન

શીલ સંતોષ કી કેસર ઘોલી
પ્રેમ પ્રીત પિચકાર રે,

ઉડત ગુલાલ લાલ ભયો અંબર,
બરસત રંગ અપાર રે ... ફાગુન કે દિન

ઘટકે સબ પટ ખોલ દિયે હૈં
લોકલાજ સબ ડાર રે,

મીરાં કે પ્રભુ ગિરધર નાગર
ચરણકમલ બલિહાર રે ... ફાગુન કે દિન

- મીરાંબાઈ

મુને લાગી કટારી પ્રેમની રે

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની રે ... ટેક

જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે... મને લાગી કટારી

કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે... મુને લાગી કટારી

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે... મુને લાગી કટારી

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ