મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ,

નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ,
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી.

આણી તીરે ગંગા વ્હાલા! પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું રૂડું ગામ રે ... પ્રેમ થકી.

વૃંદા તે વનના ચોકે રાસ રચ્યો છે, વ્હાલા!
સોળસે ગોપીમાં ઘેલો કાન રે ... પ્રેમ થકી.

અન્ન ન ભાવે, નયણે નિંદ્રા ન આવે, વહાલા!
સે’જે પધારો સુંદરશ્યામ રે ... પ્રેમ થકી.

બાઈ મીરાં કે પ્રભુ! ગિરિધરના ગુણ વહાલા!
છેલ્લી ઘડીના રામોરામ રે ... પ્રેમ થકી.

- મીરાંબાઈ

તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?

તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?
અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?

તમે અમારા, અમે તમારા,
ટાળી શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

ઊંડે કૂવે ઊતર્યા છે વહાલા,
છેહ આમ શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હૃદયકમલમાં રહો છો રાજ ... પ્રાણજીવન.

- મીરાંબાઈ

પ્રભુજી મન માને જબ તાર.

પ્રભુજી મન માને જબ તાર.

નદિયાં ગહિરે નાવ પુરાને,
અબ કૈસે ઊતરું પાર ? ... પ્રભુજી મન માને.

વેદ પુરાનાં સબ કુછ દેખે,
અંત ન લાગે પાર ... પ્રભુજી મન માને.

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
નામ નિરંતર સાર ... પ્રભુજી મન માને.

- મીરાંબાઈ

પિયા કારણ રે પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ,

પિયા કારણ રે પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ,
છપછપલાં મેં કંઈ મોઈ પિયુને મિલન લિયો જોગ રે.

નાડી વૈદ્ય તેડાવિયા રે, પકડ ઢંઢોળે મોરી બાંહ,
એ રે પીડા પરખે નહીં, મોરા દરદ કાળજડાની માંહ્ય રે.

જાઓ રે વૈદ્ય ઘેર આપને રે, મારું નામ ના લેશ,
હું રે ઘાયલ હરિ નામની રે, માઈ કેડો લઈ ઓષધના દેશ રે.

અધરસુધા રસગાગરી રે, અધરરસ ગોરસ લેશ,
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ફરીને અમીરસ પીવેશ રે.

- મીરાંબાઈ

પિય બિન સૂનો છે જી મ્હારો દેશ.

પિય બિન સૂનો છે જી મ્હારો દેશ.

એસો હૈ કોઈ પિય સે મિલાવૈ?
તન મન કરું સબ પેશ,
તેરે કારણ બનબન ડોલું
કરકે જોગણ વેશ ... પિય બિન સૂનો

અવધિ બીતી અજહું ન આયે,
પંડર કો ગયા કેસ,
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે?
તજ દિયો નગર ન રેસ ... પિય બિન સૂનો

- મીરાંબાઈ

પાયોજી મૈંને રામ-રતન ધન પાયો

પાયોજી મૈંને રામ-રતન ધન પાયો.

વસ્તુ અમુલખ દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો ... પાયોજી મૈંને

જનમ જનમકી પૂંજી પાઇ,
જગમેં સભી ખોવાયો ... પાયોજી મૈંને

ખરચૈ ન ખૂટે, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવાયો ... પાયોજી મૈંને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો ... પાયોજી મૈંને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જશ ગાયો ... પાયોજી મૈંને

- મીરાંબાઈ

પગે ઘુંઘરું બાંધી મીરાં નાચી રે

પગે ઘુંઘરું બાંધી મીરાં નાચી રે ... ટેક

મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે ... પગ

લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે ... પગ

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે ... પગ

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે ... પગ

- મીરાંબાઈ

નાથ તુમ જાનત હો સબ ઘટકી,

નાથ તુમ જાનત હો સબ ઘટકી,
મીરાં ભક્તિ કરે પરગટ (પ્રગટ)કી.

રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,
પાંવ મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી ... નાથ તુમ.

નાહીઘોઈને મીરાં માળા ફેરે, સેવા કરે રઘુવરકી,
શાલિગ્રામ કો ચંદન ચડાવૈ, ભાલ તિલક બીચ ટપકી ... નાથ તુમ.

વિષ કા પ્યાલા રાણાજીને ભેજા સાધુ સંગત મીરાં અટકી,
કર ચરણામૃત પી ગઈ મીરાં, જૈસે રામરસ કી કટકી ... નાથ તુમ.

કે સુરતી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સૂરતી લગી જૈસી નટકી ... નાથ તુમ.

- મીરાંબાઈ

નાગર નંદા રે, મુગુટ પર વારી જાઉં, નાગર નંદા

નાગર નંદા રે,
મુગુટ પર વારી જાઉં, નાગર નંદા.

વનસ્પતિ મેં તુલસી બડી હેં,
નદિયનમેં બડી ગંગા;

સબ દેવનમેં શિવજી બડે હેં,
તારનમેં બડા ચંદા. ... નાગર નંદા.

સબ ભક્તમેં ભરથરી બડે હેં,
શરણ રાખો ગોવિંદા;

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણકમળ ચિત્ત ફંદા ... નાગર નંદા.

- મીરાંબાઈ

ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.

નાખેલ પ્રેમની દોરી,
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.

આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !
વચમાં કાનુડો નાખે ફેરી રે ... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે ધેનુ ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી ... ગળામાં અમને.

જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,
ભરી ગાગર નાખી ઢોળી ... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,
કા’ન કાળો ને રાધા ગોરી ... ગળામાં અમને.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી ... ગળામાં અમને.

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ