મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી ... અતંરમાંથી

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી ... અંતરમાંથી

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી ... અંતરમાંથી

- મીરાંબાઈ

તુલસીની માળામાં શ્યામ છે

નહિ રે આવું, નહિ રે આવું ઘેર કામ છે,
તુલસીની માળામાં શ્યામ છે

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં,
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
તુલસીની માળામાં શ્યામ છે;

આણી તીરે ગંગા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનને મારગ જાતાં,
રાધા ગોરી ને કાન શ્યામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંદા તે વનને મારગ જાતાં,

દાણ આપ્યાની ઘણી હામ છે

ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે?

ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે?
શું કરવું રે સુંદરશ્યામ, બીજાને મારે શું કરવું રે ?

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,
ધ્યાન ધણીતણું ધરીએ રે;
સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા,
તારા ભરુંસે અમે તરીએ રે...બીજું.

સાધુજનને ભોજન જમાડીએ વા’લા,
જૂઠું વધે તે અમે જમીએ રે;
વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વા’લા,
રાસમંડળમાં તો અમે રમીએ રે...બીજું.

હીર ને ચીર મને કામ ન આવે વા’લા,
ભગવાં પહેરીને અમે ભમીએ રે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ ચિત્ત ધરીએ રે...બીજું.

- મીરાંબાઈ

ધિક્ હૈ જગમેં જીવન જાકો, ભજન બિના દેહ ધરી

ધિક્ હૈ જગમેં જીવન જાકો, ભજન બિના દેહ ધરી.

જબ માતા કી કૂખ જન્મ્યો, આનંદ હરષ ઉચ્ચારી,
જગમેં આય ભજન ના કીન્હો, જનની કો ભારે મારી ... ધિક્ હૈ.

કાગ કોયલ તો સબ રંગ એકે, કોઈ ગોરી કોઈ કારી,
વો બોલે તક તીરજ મારે, વો બોલે જગ પ્યારી ... ધિક્ હૈ

વાગલ તો શિર ઊંધે ઝૂલે, વાકી કોન વિચારી,
કૂલ સબ કોઈ કરણી કા ચાખે, માનો બાત હમારી ... ધિક્ હૈ.

જૂની સી નાવ, મિલા ખેવટિયા, ભવસાગર બહુ ભારી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, પ્રભુ મોહે પાર ઉતારી ... ધિક્ હૈ.

- મીરાંબાઈ

દવ તો લાગેલ ડુંગર મેં,

દવ તો લાગેલ ડુંગર મેં,
કહોને ઓઘાજી, હવે કેમ કરીએ?
કેમ તે કરીએ? અમે કેમ તે કરીએ?

હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે..કહોને.

આરે વરતીએ નથી ઠેકાણું રે વહાલા,
પર વરતીની પાંખે અમે ફરીએ રે...કહોને.

સંસારસાગર મહાજળ ભરિયા વહાલા,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે..કહોને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,
ગુરુજી તારો તો અમે તરીએ રે...કહોને.

- મીરાંબાઈ

તેરો કોઈ નહીં રોકણહાર મગન હુઈ મીરાં ચલી

તેરો કોઈ નહીં રોકણહાર મગન હુઈ મીરાં ચલી

લાજ શરમ કુલ કી મર્યાદા શિર સે દૂર કરી;
માન અપમાન દોઉ ધર પટકે નિકસી જ્ઞાન ગલી.

ઊંચી અટરીયાં લાલ કિંવડીયા, નિર્ગુણ સેજ બીછી
પચરંગી ઝાલર શુભ સોહે, ફુલન ફુલ કલી.

બાજુબંધ કડૂલા સોહે, સિંદૂર માંગ ભરી,
સુમિરન થાળ હાથ મેં લીન્હો, શોભા અધિક ખરી.

સેજ સુષમણા મીરાં સોહે, શુભ હૈ આજ ધડી,
તુમ જાઓ રાણા ઘર અપને, મેરી થારી નહીં સરી.

- મીરાંબાઈ

જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે, તેને ઘેર શીદ જઈએ

જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે, તેને ઘેર શીદ જઈએ?
જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે, તેને ઘેર શીદ જઈએ?

સસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શૂળી રે,
એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે ... તેને.

જેઠાણી અમારી ભમરાનું જાળું, દેરાણી તો દિલમાં દાઝી રે,
નાની નણંદ તો મોં મચકોડે, તે ભાગ્ય અમારે કર્મે પાજી રે ... તેને.

નાની નણંદ તો મોં મચકોડે, બળતામાં નાખે છે વારિ રે,
મારા ઘર પછવાડે શીદ પડી છે? બાઈ તું જીતી ને હું હારી રે ... તેને.

પ્યારે દરસન દીજ્યો આય, તુમ બિન રહ્યો ન જાય.

પ્યારે દરસન દીજ્યો આય,
તુમ બિન રહ્યો ન જાય.

જળ બિન કમલ, ચંદ બિન રજની,
ઐસે તુમ દેખ્યા બિન સજની,
આકુળ વ્યાકુળ ફિરૈ રૈન દિન,
બિરહ કલેજો ખાય ... તુમ બિન.

દિવસ ન ભૂખ નીંદ નહીં રૈના,
મુખસૂં કહત ન આવે બૈના,
કહા કહૂં કછુ કહત ન આવે,
મિલકર તપત બુઝાય ... તુમ બિન.

કયું તરસાવો અંતરજામી
આન મિલો કિરપા કર સ્વામી,
મીરાં દાસી જનમ જનમકી,
પડી તુમ્હારે પાય ... તુમ બિન.

- મીરાંબાઈ

તુમ ઘર આજ્યો હો !

ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો !

વ્યથા લગી તન મંહિન,
મ્હારી તપત બુઝાજ્યો હો ... તુમ ઘર આજ્યો

રોવત-રોવત ડોલતા,
સબ રૈણ બિઝાવૈ હો,
ભૂખ ગઈ, નિંદરા ગઈ,
પાપી જીવ ન જાવૈ હો ... તુમ ઘર આજ્યો

દુખિયાં કૂ સુખિયા કરો,
મોહિ દરશન દીજૈ હો,
મીરાં વ્યાકુલ બિરહણી,
અબ વિલંબ ન કીજૈ હો ... તુમ ઘર આજ્યો

- મીરાંબાઈ

સત્સંગનો રસ ચાખ, પ્રાણી

સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
તું સત્સંગનો રસ ચાખ.

પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી આંબા કેરી શાખ ... પ્રાણી, તું.

આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે ખાખ. ... પ્રાણી, તું.

હસ્તિ ને ઘોડી, માલ ખજાના,
કાંઈ ન આવે સાથ. ... પ્રાણી, તું.

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ પૂરે છે સાખ. ... પ્રાણી, તું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિચરણે ચિત્ત રાખ. ... પ્રાણી, તું.

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ