ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ઉંદરને ઉછાળો નહિ, મિંદડીને માલો નહિ, નાગર બચ્ચો કાલો નહિ, ને બ્રાહ્મણ ઘેર પાળો નહિ.
2 ઉંબર બળતો ન જુએ ને ડુંગર બળતો તો જુએ.
3 ઉકરડાને વધતાં વાર શી?
4 ઉકલ્યો કોયડો કોડીનો
5 ઉજળું એટલું દુધ નહિ.
6 ઉજળે લુગડે ડાઘ બેસે.
7 ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન.
8 ઉઠ પ્હાણા પગ પર.
9 ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.
10 ઉતર્યો અમલદાર કોડીનો.
11 ઉતાવળે આંબા ન પાકે
12 ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )