ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
2 કજિયાનું મોં કાળું
3 કડવું ઓસડ માતા જ પાય. ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )
4 કડવો ઘૂંટડો ગળે ઊતારવો
5 કપાળ જોઈને ચાંદલો કરાય
6 કપાળે કપાળે જુદી મતિ.
7 કપાસિયે કોઠી ફાટી ન જાય
8 કમળો હોય તેને પીળું દેખાય
9 કમાઉ દીકરો સૌને વહાલો લાગે
10 કમાન છટકવી
11 કરડે માકણ ને બળવું ખાટલાને
12 કરમ કોડીના અને લખણ લખેશરીના
13 કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.
14 કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
15 કરે સેવા તેને મળે મેવા
16 કરો કંકુના
17 કરો તેવું પામો, વાવો તેવું લણો
18 કર્મ એ જ ખરો ધર્મ
19 કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
20 કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
21 કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી
22 કળે થય તે બળે ન થાય
23 કાંકરે કાંકરે પાળ બંધાય
24 કાંકરો કાઢી નાખવો
25 કાંચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું.
26 કાંચિડાની જેમ રંગ બદલવા
27 કાંટો કાંટાને કાઢે
28 કાંડાં કાપી આપવાં
29 કાંદો કાઢવો
30 કાકા મટીને ભત્રીજા ન થવાય
31 કાકો દીઠે કુટુંબ દીઠું
32 કાકો પરણ્યો ને ફોઈ રાંડી
33 કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
34 કાખલી કૂટવી
35 કાગડા ઊડવા
36 કાગડા બધે ય કાળા હોય

પૃષ્ઠો