ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
2 જંપનો પૈસો ન હોવો.
3 જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
4 જનોઈવઢ ઘા
5 જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
6 જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
7 જમાઈ એટલે દશમો ગ્રહ
8 જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
9 જશને બદલે જોડા
10 જા બિલાડી મોભામોભ
11 જા બિલ્લી કૂત્તે કો માર
12 જાગ્યા ત્યાંથી સવાર
13 જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
14 જાતે પગ પર કુહાડો મારવો
15 જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.
16 જીભ આપવી
17 જીભ કચરવી
18 જીભને હોઠથી છેટુ.
19 જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
20 જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
21 જીવ ઝાલ્યો રહેતો નથી
22 જીવતા જગતિયું કરવું
23 જીવતો નર ભદ્રા પામે
24 જીવવું થોડું ને જંજાળ ઝાઝી
25 જીવો અને જીવવા દો
26 જીવ્યા કરતાં જોયું ભલું
27 જૂનું એટલું સોનું
28 જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
29 જે ચડે તે પડે
30 જે જન્મ્યું તે જાય
31 જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
32 જે નમે તે સૌને ગમે
33 જે ફરે તે ચરે
34 જે બોલે તે બે ખાય
35 જે વાર્યા ન વરે તે હાર્યા વરે
36 જે સૌનું થશે તે વહુનું થશે

પૃષ્ઠો