ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 સંગ તેવો રંગ
2 સંઘર્યો સાપ પણ કામ આવે
3 સંતોષી નર સદા સુખી
4 સંપ ત્યાં જંપ
5 સંપત પ્રમાણે સોડ તાણો.
6 સંસાર છે ચાલ્યા કરે
7 સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
8 સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
9 સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે
10 સક્કરવાર વળવો
11 સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
12 સગા બાપનો પણ વિશ્વાસ નહિ.
13 સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
14 સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
15 સત્તા આગળ શાણપણ નકામું
16 સદાનો રમતારામ છે
17 સબસે બડી ચૂપ
18 સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
19 સળગતું લાકડું ઘરમાં ન ઘલાય
20 સવાર પડી ને આંખ ઉઘડી
21 સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
22 સાંઠે બુદ્ધિ નાઠી
23 સાચને આંચ ન આવે
24 સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
25 સાઠે બુદ્ધિ નાઠે
26 સાન ઠેકાણે આવવી
27 સાનમાં સમજે તો સારું
28 સાપ ગયા અને લીસોટા રહ્યા
29 સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટૅ.
30 સાપના દરમાં હાથ નાખવો
31 સાપને ઘેર સાપ પરોણો
32 સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
33 સારા કામમાં સો વિઘન
34 સાહસ વિના સિદ્ધિ નથી.
35 સીંદરી બળે પણ વળ ન મૂકે
36 સીદીભાઈને સીદકાં વહાલાં

પૃષ્ઠો