વીસ વર્ષ સુધી છોકરાઓ નહી થયા

એક બહેનપણી બીજી બહેનપણીને તને ખબર છે મને વીસ વર્ષ સુધી છોકરાઓ નહી થયા
બહેનપણી- "ઓ પછી શું કર્યું તમે "
પહેલી બહેનપણી- પછી હું 21 વર્ષની થઈ તો મારા પપ્પાએ મારા લગ્ન કરી દીધા
પછી જઈને આ છોકરો થયું
હાહ્હાહાઅ
બહેનપણી- અત્યાર સુધી બેભાન છ

હે મારી શેરીએથી કાનકુંવર

હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ

હું તો લહેરિયું રે ઓઢી

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરીના લોક
આ તો કોણે લીધેલું છે આ લહેરિયું રે

મારા સસરાજીનું લીધેલ લહેરિયું રે
મારી સાસુની પાડેલ ભાત
આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે
આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

મારા જેઠજીનું લીધેલ લહેરિયું રે
મારી જેઠાણીની પાડેલ ભાત
આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે
આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સવા બશેરનું તારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી'તી વનવાટ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

કચ્છમાં અંજાર મોટા શે'ર છે હો જી રે
તિયાં જેસલના હોઈ રે રંગ મો'લ રાજ

હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને ઉતારા રે ઓરડાં હો જી રે
સતી તોળાંને મેડિયુંના મો'લ રાજ

હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને નાવણ કૂંડિયું હો રાજ
સતી તોળાંને જમુનાના નીર રાજ

હરિ તારા નામ છે હજાર

હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી;
રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦

મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો;
દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦

કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે;
કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો;
મીરાંનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦

ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક;
અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦

હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા સસરાજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા જેઠજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા પરણ્યાને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

વિંછૂડાના ઝેર ઉતરાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ,
રૂપાનાં કડલાં ચાર,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ (૨)
કિનખાબી સુરવાલ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

ચડવા તે ઘોડલા હંસલા રે, આંબાની ડાળ (૨)
પિતળીયા પલાણ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

પગે રાઠોડી મોજડી રે, આંબાની ડાળ (૨)
ચાલે ચટકતી ચાલ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળ o

માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ (૨)
દશે આંગળીએ વેઢ,

સોના વાટકડી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,

લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે[૧] કડલાં સોઇં[૨] રે, વાલમિયા,

કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા,

ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા,

ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે ઝરમર સોઇં રે, વાલમિયા,

તુળસીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણે ઠોળિયાં સોઇં રે, વાલમિયા,

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS