બાળગીત

ભાઈ બહેનની જોડી

ભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી
ભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી
એક છે હલેસું ને એક છે હોડી
ભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી

અહીં જાય તહીં જાય દૂધ પીએ દહીં ખાય
દહીંની છાશ થઈ ભાઈ બહેનને હાશ થઈ

છાશમાં છે માખણ ભાઈ દોઢ ડહાપણ
એકમેકને ચીડવવાનો બન્નેને ચસકો
બહેન પીએ લસ્સી ને ભાઈ માંગે મસ્કો
ભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી

ખિલખિલાટ કરતાં

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં
બોલ બોલ કરતાં, દોડી દોડી રમતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં
મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં
થનગન નાચતાં, આનંદે રાચતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં
નિશાળે જાતાં, ગીત નવા ગાતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ચણ ચણ બગલી

ચણ ચણ બગલી ચણાની દાળ, ઠેકો માર્યો ઠુમકદાર
શેરીએ શેરીએ ઝાંખા દીવા આવ રે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!

ગણ ગણ ગાંઠીયા તેલની પળી ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોય તો બળવા દે ને ઠરતી હોય તો ઠરવા દે
આવ રે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!

*****

જમાલ ગોટો ધમ ધમ થાય!
આડું અવળું જૂએ એની તુંબડી રંગાય!

અમે ફેર ફુદરડી

અમે ફેર ફુદરડી રમતા'તા, અમે ફેર ફુદરડી રમતા'તા
ફેર ફુદરડી ફરતાં ફરતાં પડી જવાની કેવી મજા!
ભાઈ, પડી જવાની કેવી મજા!

અમે સંતાકુકડી રમતા'તા, અમે સંતાકુકડી રમતા'તા
સંતાકુકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા!
ભાઈ, પકડાઈ જવાની કેવી મજા!

અમે આમલી પીપળી રમતા'તા
અમે આમલી પીપળી રમતા'તા
આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા!
ભાઈ, સંતાઈ જવાની કેવી મજા!

એક હતો ઉંદર

એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર
હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી
જો બનું હું અન્નપ્રધાન
કદી પડે ન અન્નની તાણ

ઉંદર સેના ઘૂમતી જાય, ચોકી પહેરો કરતી જાય
કોઠા રોટલા ચરતી જાય, લોકો સૌ વહેંચી ખાય

ચાંદો સૂરજ રમતા'તા

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી

સાઈકલ મારી ચાલે

સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે
સરસર સરસર ભાગે, એની ઘંટી ટનટન વાગે

સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે

ચાર પૈડાવાળી ને ગાદીવાળી સીટ
પૂરપાટ ભાગું તો ય નથી લાગતી બીક

સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે

હું ને ભાઈ મારો આખો દી ફરવાના
નદીએ ફરવા જાશું સૌથી છાનામાના

સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે

સાઈકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી
સરસર સરસર ભાગે, જાણે એંજિન ગાડી

સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે

મારો છે મોર

મારો છે મોર મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર
મારી છે ઢેલ મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ

મારો છે મોર મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર
મારી છે ઢેલ મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ

બોલે છે મોર બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર
બોલે છે ઢેલ બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ

જન્મદિવસ

આજે મોજ મજાનો દિવસ, આજે તારો જન્મ દિવસ

તંદુરસ્ત રહો તુજ તન
ઢગલાબંધ કમાઓ ધન, આનંદમાં રહો મન
ખૂબ જીવો સુખ ભોગવો નામ કરો રોશન

આજે મોજ મજાનો દિવસ. આજે તારો જન્મ દિવસ

જન્મદિવસ

આજે મોજ મજાનો દિવસ, આજે તારો જન્મ દિવસ

તંદુરસ્ત રહો તુજ તન
ઢગલાબંધ કમાઓ ધન, આનંદમાં રહો મન
ખૂબ જીવો સુખ ભોગવો નામ કરો રોશન

આજે મોજ મજાનો દિવસ. આજે તારો જન્મ દિવસ

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત