બાળવાર્તા

ના હું તો ગાઈશ!

ઘણાં સમય પહેલાંની એક નાના ગામની આ વાત છે.

એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો.

એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.’

દયાળુ સિદ્ધાર્થ

એક કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું.

આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો. એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.

ડોસો અને દીકરો

એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો જતા હતા ને પાછળ ગધેડું દોરાયું જતું હતું.

રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે: “અરે રામ! આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે? ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે! એક જણું તો ગધેડા ઉપર આરામથી બેસી શકે.”

બાપને થયું વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો.

ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે: "હે રામ! આ કળજુગ ભાળ્યો? બિચારો બુઢ્ઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાનજોધ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે! એને શરમ નહિ આવતી હોય?”

બે સમજુ બકરી

એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી.

નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી.

બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ!

આનંદી કાગડો

એક હતો કાગડો.

કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે.

એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :

લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ
લપસણું કરતાં શીખીએ છીએ

રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે?

લખ્યા બારુંની વાર્તા

એક હતો વાણિયો. વેપાર કરતો હતો પણ તેનામાં સમજણ ઓછી.

વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણા, દાળિયા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવો, મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે

એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા.

વાણિયો ચોરને કહે : ‘અલ્યા, મોડી રીતે ઈ કોણ છે?’

ચોરો કહે : ‘કેમ ભાઈ? અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો?’

અગ્રે અગ્રે વિપ્રઃ નંદ સો કંદ દાઢી સો ભોથું

એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો.

બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પીવા માટે પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી.

બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો.

ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા-પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું.

કેડ, કંદોરો ને કાછડી

એક હતો વાણિયો.

એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’

વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો.

ચકલા ચકલીની વાર્તા

એક હતો ચકો અને એક હતી ચકી.

ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :

‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’

ચકલો કહે : ‘ઠીક.’

ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.

ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી?’

ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’

શિયાળનો ન્યાય

એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા.

એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પૃષ્ઠો

Subscribe to RSS - બાળવાર્તા