બાળવાર્તા

ઉંદર અને સિંહ

એક જંગલમાં સિંહ રહેતો હતો.

ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી!' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

રીંછે કાનમાં શું કહ્યું?

એક હતો ગોપાલ અને એક હતો મોહન.

મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.

મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો?

ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.

મોહન ફરી બોલ્યો - પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું?

ગોપાલ કહે - હથિયારની શું જરૂર છે? આપણે બન્ને મોટા અવાજ કરી જાનવરને ભગાડી દેશું.

વહોરાવાળું નાડું

એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.

વહોરાજી ભોળા, દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.

એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. વહોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા.

જેવા સાથે તેવા

એક બગલો નદી કિનારે રહેતો હતો.

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મોઢેથી તો મીઠું મીઠું બોલે પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું!

વાંદરો અને મગર

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું.

જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.

મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે - રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!

મગર કહે - તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય?

સાબરનાં રૂપાળાં શીંગડાં

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ.

કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ! કેવાં સુંદર મારાં શીંગડાં છે! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે! પણ મારા આ પગ કેવા પાતળા! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.

લાવરીની શિખામણ

એક લાવરી હતી.

તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ.

સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યું, મા, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો?

ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ

એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.

ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.

પટલાણી કહે - એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.

પટેલ કહે - તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં? એમ છાશ નહિ અપાય.

બાપા-કાગડો!

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

ભણેલો ભટ્ટ

એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.

ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.

ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.

ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે?

સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.

ભટ કહે - પૂછો ત્યારે.

પૃષ્ઠો

Subscribe to RSS - બાળવાર્તા