બાવની

ખોડીયાર બાવની

જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.

હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.

ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.

નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.

મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.

માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .

મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.

આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.

શ્રી જલારામ બાવની

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... (૨)
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ... (૪)
સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,
ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, ... (૬)
સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,
આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પાડ્યું શ્રી જય જલારામ, ... (૮)
વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, ઓળખ્યા શ્રી જય જલારામ,
માતપિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા, ... (૧૦)

શ્રી શિવ બાવની

શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતાં થાકે વેદ.
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.
મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, એ પણ તારું ત્રિગુણ રૂપ.
જગનું સર્જન ને સંહાર, કરતાં તુજને થાય ન વાર.
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાશી કાયમ ફરે.

શ્રી વિશ્વકર્મા બાવની

કાંબી કમંડલ ગળે પુષ્પ માળા, પીળુ પિતામ્બર મુગટ રસાળા
કર સુત્ર પુસ્તક ઘરે એ રૂપાળા, એવા નમુ ત્રિનેત્ર શ્રી ઈલોડવાળા

Subscribe to RSS - બાવની