ભજન

સુની હો મૈં હરિ-આવન કી અવાજ.

સુની હો મૈં હરિ-આવન કી અવાજ.

મહલ ચઢ-ચઢ જોઉં મેરી સજની,
કબ આવૈ મહારાજ,
દાદર મોર બપૈયા બોલૈ,
કોયલ મધુરે સાજ ... સુની હો મૈં.

ઊમગ્યો ઈંદ્ર ચહું દિશ બરસૈ,
દામણી છોડી લાજ,
ધરતી રૂપ નવા ધરિયા હૈ,
ઈંદ્ર મિલન કે કાજ ... સુની હો મૈં.

મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,
બેગ મિલો સિરરાજ ... સુની હો મૈં.

- મીરાંબાઈ

સુણ લેજો બિનતી મોરી, મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી.

સુણ લેજો બિનતી મોરી, મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી.

તુમ (તો) પતિત અનેક ઉધારે, ભવસાગર સે તારે,
મૈં સબ કા તો નામ ન જાનૂ, કોઈ કોઈ નામ ઉચારે.

અમ્બરીષ, સુદામા, નામા, તુમ પહુંચાયે નિજ ધામા,
ધ્રુવ જો પાંચ વર્ષ કે બાલક, તુમ દરસ દિયે ધનશ્યામા.

ધના ભક્ત કા ખેત જમાયા, કબીરા કા બૈલ ચરાયા,
શબરી કા જૂઠા ફલ ખાયા, તુમ કાજ કિયે મન ભાયા.

સદના ઔર સેના નાઈ કો, તુમ કીન્હા અપનાઈ,
કરમા કી ખીચડી ખાઈ, તુમ ગણિકા પાર લગાઈ.

મીરાં કે પ્રભુ તુમરે રંગ રાતી, યા જાનત સબ દુનિયાઈ.
સુન લેજો બિનતી મોરી, મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી.

- મીરાંબાઈ

પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી

પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી
સુખ છે તમારા શરણમાં.

સુખ છે તમારા શરણમાં,
એ મારા ગુરુ એ કહ્યું કરણમાં ... હો શામળિયાજી!

જપતપ તીરથ મારે ચારે પદારથ,
એ સૌ આપના છે ચરણમાં ... હો શામળિયાજી.

પ્રેમ કરીને હૃદયમંદિરે, પધારો - વ્હાલા!
ન જોશો જાત કુળ વરણમાં ... હો શામળિયાજી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!
આડે આવજો મારા મરણમાં ... હો શામળિયાજી.

- મીરાંબાઈ

બલિહારી રસિયા ગિરિધારી,

બલિહારી રસિયા ગિરિધારી,
સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી.

વાંસલડી વાગી એવા ભણકારા વાગે છે,
વ્રજ-વાટ લાગે હવે ખારી ... સુંદરશ્યામ.

જમુનાનો કાંઠો વા’લા, ખાવાને દોડે છે,
અકળાવી દે છે હવે ભારી ... સુંદરશ્યામ.

વૃંદાવન કેરી શોભા તમ વિણ અમને તો,
નજરે દીઠી નવ લાગે સારી ... સુંદરશ્યામ.

ગોવર્ધન તોળ્યો વા’લા, ટચલી આંગળીએ રે,
અમ પર ઢોળ્યો ગિરધારી ... સુંદરશ્યામ.

બાઈ મીરાં કહે છે પ્રભુ, ગિરિધર નાગર,
સહાય કરી લેજો શુદ્ધ મારી ... સુંદરશ્યામ.

- મીરાંબાઈ

સાધુ તે જનનો સંગ,

સાધુ તે જનનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે.

મોટા પુરુષનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે !
મોટા પુરુષના દર્શન કરતાં,
ચડે છે ચોગમો રંગ ... બાઈ.

અડસઠ તીરથ સંતોને ચરણે,
કોટિ કાશી ને કોટિ ગંગ,
દુરજન લોકોનો સંગ ન કરીયે,
પાડે ભજનમાં ભંગ ... બાઈ.

નિંદાના કરનાર નરકે રે જાશે,
ભોગવશે થઈ ભોરિંગ,
મીરાં કહે બાઈ, સંત ચરણરજ,
ઊડીને લાગ્યો મારે અંગ ... બાઈ.

- મીરાંબાઈ

સાંવરે રંગ રાચી

સાંવરે રંગ રાચી
રાણા, મૈં તો સાંવરે રંગ રાચી.
હરિ કે આગે નાચી,
રાણા, મૈં તો સાંવરે રંગ રાચી.

એક નિરખત હૈ, એક પરખત હૈ,
એક કરત મોરી હાંસી,
ઔર લોગ મારી કાંઈ કરત હૈ,
હૂં તો મારા પ્રભુજીની દાસી ... સાંવરે રંગ

રાણો વિષ કો પ્યાલો ભેજ્યો,
હૂં તો હિમ્મત કી કાચી,
મીરાં ચરણ નાગરની દાસી
સાંવરે રંગ રાચી ... સાંવરે રંગ

- મીરાંબાઈ

તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,

તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. ... મારા.

આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે ... મારા.

આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે ... મારા.

આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે ... મારા.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે ... મારા.

- મીરાંબાઈ

શ્યામસુંદર પર વાર,

શ્યામસુંદર પર વાર,
જીવડો મૈં વાર ડારુંગી હાં.

તેરે કારણ જોગ ધારણા,
લોકલાજ કુળ ડાર,
તુમ દેખ્યાં બિન કલ ન પડત હૈ,
નૈન ચલત દોઉ બાર ... શ્યામસુંદર પર વાર.

કહા કરું, કિત જાઉ મોરી સજની,
કઠિન બિરહ કી ધાર,
મીરાં કહે પ્રભુ કબ રે મિલોગે?
તુમ ચરણા આધાર ... શ્યામસુંદર પર વાર.

- મીરાંબાઈ

શ્યામ, મને ચાકર રાખોજી,

શ્યામ, મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી ... ટેક

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં ... મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી ... મને ચાકર

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા ... મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી ... મને ચાકર

જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી ... મને ચાકર

વાગે છે રે વાગે છે,

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે ... ટેક

તેનો શબ્દ ગગનમાં ગાજે છે
વૃંદાવન મોરલી વાગે છે ... વૃંદાવન

વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે. ... વૃંદાવન

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે. ... વૃંદાવન

પીળાં પીતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે. ... વૃંદાવન

કાને તે કુંડળ માથે મુગટ ને,
મુખ પર મોરલી બિરાજે છે. ... વૃંદાવન

વૃંદા તે વનની કુંજગલીનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે. ... વૃંદાવન

પૃષ્ઠો

Subscribe to RSS - ભજન